અમદાવાદમાં લોકડાઉનને લઈ એકબાજુ પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી રહી છે. તો બીજી બાજુ અમુક પોલીસકર્મીઓ વર્દીના રૌફમાં અંસેવદનશીલ બની જતાં હોવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં શાકભાજીની લારીઓ ઊંધી પાડતાં એક પોલીસ ઈન્સ્પેક્ટરનો વીડિયો વાઈરલ થયો હતો. જે બાદ આ મામલે ડીજીપીએ કૃષ્ણનગરના પીઆઈ વી.આર.ચૌધરીને સસ્પેન્ડ કરી દીધા હતા.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં શાકભાજીની લારીઓ ઊંઘા પાડતાં પોલીસકર્મીઓનો એક વીડિયો વાઈરલ થયો હતો. ગરીબ વર્ગ પર આ પ્રકારનો જુલ્મ અને અત્યાચાર ગુજારાતા લોકોમાં રોષ ફેલાઈ ગયો હતો. તો આ મામલે સંદેશ ન્યુઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે બાદ અમદાવાદ પોલીસ કમિશનરે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. અમદાવાદ DCP ઝોન – 4 નીરજ બડગુજર મામલાની તપાસ કરશે.

જે બાદ પોલીસ તપાસમાં આ પોલીસ ઈન્સ્પેક્ટર કૃષ્ણનગરનાં પીઆઈ વી.આર.ચૌધરી હોવાનું સામે આવ્યું હતું. વર્દીના રૌફમાં ભાન ભૂલેલાં પોલીસ ઈન્સ્પેક્ટર સામે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ કડક કાર્યવાહી કરતાં પીઆઈને સસ્પેન્ડ કરી દીધા હતા. સાથે જ શાકભાજીની લારીઓ ઊંધી પાડી દેતાં થયેલ આર્થિક નુકસાનની ભરપાઈ કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:-  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 51 નવા કેસ સામે આવ્યાં, મૃત્યુઆંક 25એ પહોંચ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here