કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે.કોરોના દર્દીને આરોગ્ય વિભાગ જ્યારે લેવા જાય છે ત્યારે દર્દી દ્વારા આનાકાની કરાતી હોવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે. એ જ કારણે આરોગ્ય વિભાગ પોલીસને સાથે લઈને જતા હોય છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ઝાંક ગામની એક મહિલા દર્દીને હેલ્થવાળા લેવા તો ગયા પણ મહિલા દર્દી જંગલમાં ભાગી ગઈ, જેને પગલે નર્મદા પોલીસ અને હેલ્થવર્ક્સને મહિલા દર્દીને શોધવામાં ફીણ પડી ગયા હતા. તેને શોધવા આખુ જંગલ ફંફોળવું પડ્યું, ત્યારે હાથ લીગી.

પોલીસને બે વખત થાપ આપી ભાગી

ઝાંક ગામની મહિલા સુકરાબેન મગનભાઈ વસવાનાએ ઉમરપાડા વિસ્તારના ગોપાલિયા PHC ખાતે સેમ્પલ આપ્યું હતું. જેનું સુરત સિવિલ હોસ્પિટલમાં પરીક્ષણ કરાયું હતું. જ્યાં તેનો કોરોના રિપોર્ટ પોઝેટિવ આવ્યો હતો. ત્યાર બાદ મેડિકલ ટીમ તેના ઘરે પહોંચતા ટીમને જોઈ સુકરાબેન સારવારની બીકે જંગલમા ભાગી ગઇ હતી. દરમિયાન ડેડીયાપાડા PSI અજય ડામોર સહિતની પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. પછી જંગલ વિસ્તારમાં તેનો પીછો કરી કોર્ડન કરી તેના ઘરે લવાઇ હતી. હોસ્પિટલ જવા માટે સમજાવતા તે તૈયાર તો થઇ હતી. પરંતુ કપડાં બદલવાનું બહાનું કાઢી ઘરમાં જઈ ઘરના નડિયા ઉંચા કરી ધોધમાર વરસાદમાં કૂદીને મહિલા ફરી પાછી ભાગી ગઈ. ત્યાર બાદ પોલીસે ખુબ મહેનત કરી નજીકના એક બંધ ઘરમાંથી શોધી 108 ને હવાલે કરી હતી. અંતે મેડિકલ ટીમે દર્દીને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે રાજપીપલા કોવિડ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી.

સમજાવીને રાજપીપળા હોસ્પિટલમાં દાખલ કરી

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ઝાંક ગામમા એક મહિલા દર્દી કોરોના પોઝિટિવ જાહેર થઈ હતી.એ દર્દીએ હોસ્પિટલમા દાખલ નહિ થવા માટે જંગલમા સાત કિલોમીટરની દોડ લગાવી હતી, ડેડીયાપાડા પોલીસ પીછો કરી સમજાવીને પાછી લઈ આવી તો કપડાં બદલવાનું બહાનું કાઢી ફરી ઘરમાં જઈ નળીયા ઉંચકીને ભાગી ગઈ હતી, મોડી સાંજે એ દર્દીને મહા મુસીબતે પકડી રાજપીપળા કોવિડ:19 હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી.

આ પણ વાંચો:-  વ્યારાનો કુખ્યાત બુટલેગર અનિલ ધોડિયા પોલીસના સકંજામાં

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.