હોળી પર્વ નજીક આવતાં સિદ્ધપુરના બજારમાં ધાણી, ખજૂર, હારડા, શીંગ, ચણાની ખરીદીનો માહોલ જામી રહ્યો છે. રંગોત્સવનું પર્વ હોળીનો તહેવાર નજીક આવતાં ધાણી,ખજૂરના વેચાણમાં ઘરાકી જામી છે. સિદ્ધપુરના સિંગ ચણાના વેપારી રમેશભાઈ પોહાણીયે જણાવ્યું હતું કે અત્યારે ધાણી અને ખજુરની ખરીદીમાં ઘરાકી જામી છે. હોળીના પર્વ નજીક આવતા સવારથી જ ઘરાકીમાં વધારો થયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ધાણી અને ખજૂર તેમજ હારડાના સ્ટોલો તેમજ લારીનો જમાવડો જામી ગયો છે. વસંતઋતુમાં ધાણી અને ખજૂરથી ઔષધિય ફાયદા થાય છે.

આયુર્વેદિક ડોક્ટરના જણાવ્યા મુજબ વસંતઋતુમાં ઘર ઘરમાં શરદી-ખાંસી અને કફની બીમારી જોવા મળે છે. આ ઋતુમાં શરદી, ખાંસી, કફ અને ખંજવાળના પ્રકોપ વધી જાય છે. જેથી ખાંસી, કફ મટાડવાનું કામ ચણા અને ધાણી કરે છે. ખજૂર લોહી અને વજન વધારે છે. ચક્કર બળતરા કે ઊલટીના પ્રકોપ વધ્યા હોય તો ધાણી તેમજ ખજૂરનું પાણી પીવાથી ફાયદો થાય છે. આ ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. જેથી શરદીના રોગ વધી જાય છે.

આ સમય દરમિયાન દૂધનો ઉપયોગ ઓછો કરી ખજૂર, મગ, મધ અને કારામરીનો ઉપયોગ કરવો હિતાવહ છે. હોળીનો પર્વ જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ સિદ્ધપુરના બજારોમાં હોળીની ખરીદીનો માહોલ જામી રહ્યો છે. બજારમાં પીચકારીઓ અને રંગોની લારીઓ અને દુકાનોમાં મંડાઈ રહી છે.

કિલોના ભાવ

મકાઈની ધાણી કિલોના  140 રૂ.
જુવારની ધાણી કિલો        80રૂ.
હારડા કિલોના              100રૂ.
ખજૂર કિલોના               120રૂ.
સિંગ કિલોના                120રૂ.
ચણા કિલોના                120રૂ.

આ પણ વાંચો:-  જોટાણાના તેલાવીપુરાની પ્રાથમિક શાળાનું નવું મકાન બનાવવાની માંગ બુલંદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here