મેગા સ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મ ઝુંડની રિલીઝ પર રોક લગાવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે અને હવે 28મી મે એટલે કે ગુરુવારે તેની સુનાવણી હાથ ધરાશે. ફિલ્મનું ડાયરેક્શન સેરાટના દિગ્દર્શક નાગરાજ મંજૂલેએ કરેલું છે. આ ફિલ્મ સામે હૈદરાબાદમાં ફિલ્મ નિર્માતા નંદી ચિત્રી કુમારે તેલંગાણાના મિયાપુરના એડિશનલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ દાખવ કર્યો છે. તેમણે આ ફિલ્મમાં કોપી રાઇટનો ભંગ થયો હોવાનો આક્ષેપ કર્યો છે.

ફૂટબોલ કોચના જીવન પર આધારિત

ફિલ્મ ઝુંડ એનજીઓ સ્લમ સોકર ફાઉન્ડેશનના સંસ્થાપક અને ફૂટબોલ કોચ વિજય બરસેના જીવન પર આધારિત છે. વિજયે ઝૂંપડપટ્ટીના બાળકોને ફૂટબોલ રમવા પ્રેરિત કર્યા અને કોચિંગ આપ્યું અને ખરાબ આદતોના શિકાર બનતા અટકાવ્યા. તેઓ અખિલેશ પૌલના પણ કોચ હતા જે બદનામ ગેંગસ્ટરમાંથી ફૂટબોલર બન્યા હતા.

કોપી રાઈટનો છે ઈશ્યૂ

વિજય બરસેની વાત અખિલેશ વિના અધૂરી રહે છે જે ભારતીય કેપ્ટન તરીકે સ્લમ ફૂટબોલર હતા. નંદી ચિત્રી કુમારે દાવો કર્યો હતો કે તેમણે અખિલેશ પૌલની વાતના કોપી રાઇટ ખરીદ્યા હતા પરંતુ કથિત રીતે જ્યારે તેમણે કહ્યું કે મેં આ રાઇટ એક ડોક્યુમેન્ટરી માટે ખરીદ્યા છે નહીં કે કોઈ ફિચર ફિલ્મ માટે. નંદી ચિત્રી કુમારે એવો પણ દાવો કર્યો કે ઝુંડના નિર્માતાએ તેમને ફોન પર કહ્યું હતું કે તેમણે અખિલેશ પૌલ પાસેથી તેની વાર્તાના રાઇટ્સ ખરીદ્યા છે પરંતુ તેમની પાસે કોઈ લેખિત પુરાવો નથી.

આ પણ વાંચો:-  રશિયામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯૭૦૯ નવા કેસ : ૯૪નો ભોગ લેવાયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here