લેખિકા પારુલ અમીત’પંખુડી’રચિત લેખ, શીર્ષક : કેમ છો મિત્રો..

કેમ છો મિત્રો..

ઓહ!, આ સવાલ તો તમારો છે મારાં માટે, મારાં વ્હાલા મિત્રો…. હા પણ અત્યારે સચોટ જવાબ નથી.. મારી પાસે કે કૅમ છું હું.
કૅમ છો નો જવાબ મજામાં, કે શાંતિ જ આપવા ટેવાયેલા આપણે સત્ય ને સ્વીકારી નથી શકતા.પણ હું સંપૂર્ણ સ્વસ્થ નથી કે સંપૂર્ણ અસ્વસ્થ પણ નથી.પણ એટલું જાણું છું કે ભાગદોડ ભરી જિંદગીમાંથી મને મારાં પોતાના માટે ફરી 14 દિવસ મળ્યા છે.

એક વસ્તુ સમજાઈ ગઈ કે જીવનમાં ઇમરજન્સી, અર્જન્સી જેવું કંઈ જ નથી. અને રાહત જેવું પણ નહીં..જે ઘટનાઓ ઘટે છે તે ને માત્ર મહેસુસ કરવી બસ. અસહ્ય નો આનંદ પણ લેવા જેવો. સહનશક્તિની વ્યાખ્યા પણ માણસે માણસે જુદી. દરેક પરિસ્થિતિ ક્ષણિક છે માત્ર, અને એ ઝડપથી વીતી જ જાય છે.

હું એક એવા સમયમાંથી પસાર થઇ રહી છું, જ્યાં બે ધડી કંઈક અજુગતું જરૂર લાગે છે, પણ શાંત લાગે છે બધું જ એકદમ. મન, મગજ અને શરીર પણ.
જયારે નીડલ (ડુંટીમાં ) શરીરમાં જઈ રહી હતી ત્યારે અનાયાસે મારાં મોઢામાંથી શબ્દો સરી પડ્યા, “

જે કંઈ થાય છે એ શરીરને થાય છે.મન મારું મક્કમ અને મજબૂત છે.

હા બધા મારી ચિંતા કરો એ સ્વભાવીક છે, લાગણીવશ એક એવો અતૂટ સંબંધ છે આપણો જ્યાં મળ્યા, જોયા વગર આત્મીયતા થી જોડાયેલા છીએ આપણે સૌ.
હા એક દોસ્તનું સ્વાસ્થ્ય જયારે ડામાડોળ હોય ત્યારે વિશ્વનો સૌથી નજીકનો અને સૌથી પ્યારો અને સંબંધ એટલે દોસ્તીનો ઉંચો નીચો જરૂર થઈ જાય.

આપણે અનુભવીએ છીએ કે સોશિયલ મીડિયા માં આપણા અંગત એવા દોસ્ત ગમે ત્યારે અવેલેબલ હોય છે. એટલે આપણો આનંદ વધી જાય…આપણે અનુભવીએ છીએ કે આપણે એકલા નથી. આપણા જેવા બીજા બકવાસ પણ છે દુનિયામાં.

આ પણ વાંચો:-  CM રૂપાણીનાં હસ્તે રાજ્યનાં ઉદ્યોગકારો માટે ‘FIA મોબાઈલ એપ્લિકેશન’ લોન્ચ

મિત્રો દોસ્તીની ખરી પરિભાષા શુ?
બ્લડ ગ્રુપ એક ના હોય છતાં બ્લડ ડોનેટ કરવાનું મન થાય એ દોસ્ત
આટલી વાતમાં રડાતું હશે એમ કહી બહાર જઈ આંસુ પાડી એ દોસ્ત.

“દોસ્તી એટલે એક એવુ સરનામું જ્યાં લિફ્ટ ના હોય છતાં બધા માળ ચડી જવાય.

વ્યથા અને આનંદ, વહેંચવાનું સરનામું, જ્યાં વગર ટકોરે પહોંચી શકાય.
સાવ ફાલતુ એવી સલાહની આપલે કરી શકાય એ દોસ્ત.
આપણે સૌ જાણીએ છીએ કે બધા ને એક મિત્ર તો એવો હોયજ છે જેની પાસે દિલ ખોલીને બધી વાત કરી શકે.

પારુલ અમીત’પંખુડી’

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here