લેખિકા પારુલ અમીત’પંખુડી’રચિત લેખ, શીર્ષક : અજીબ પ્રેમ

કેવી છોકરી છે સાવ જિદ્દી, દરેકમાં પોતાની જ મરજી , મારું કશું જ સાંભળતી નથી .એ સાચું કે તમે મને મેરેજ પહેલાં એના સ્વભાવની જાણ કરી હતી,પણ મમ્મીજી એ હવે હદ કરે છે. હવે આટલી છોકરમત સારી નહીં.આદિ એ એની સાસુને અંજનાની ફરિયાદ કરતાં કહ્યું. ‘બસ હવે મારી ફરિયાદો નોંધાઇ ગઈ હોય તો ચાલો આપણે નીકળીશું’. અંજનાએ એની મમ્મીને ભેટતાં કહ્યું. જતાં પહેલાં મમ્મી ને મળવાનું હતું. એ મળાઈ ગયું પણ હજુ ધણા કામ છે આદિ.તું ચાલ આ મમ્મીના બનાવેલા નાસ્તાઓ લઈલે હું ગાડી બહાર કાઢું છું, પણ તું ચલાવી લેજે, આટલું બોલી એ બહાર નીકળી.

‘આદિત્ય બેટા એને જણાવી દો તો સારું’ એના સાસુ એ બે હાથ જોડી આદિ ને કહ્યું.
‘મમ્મીજી હું છેલ્લા ૩ મહિનાથી એને નાનાં છોકરાની જેમ મનાવું છું.એ માનવા તૈયાર જ નથી.
હવે મને મારી રીતે નક્કી કરવા દો’.
‘ચાલો અમે જઈએ’, ગાડીમાં બેસતા આદિ બોલ્યો કાલ સવારની ફ્લાઇટ છે.હજુ થોડી શોપિંગ પણ કરવાની છે. થોડીવારે બન્ને જણા નજીક ના મોલમાં જવા નીકળ્યાં, અંજનાએ ગાડી માં સોંગ ચાલુ કર્યા.

ગીત હતું, “ઉન્કો કસમ લગે જો બિછડકે ઇક પલ ભી જીએ”..
‘યાર આદિ તું મારા વગર રહી શકે’?
જવાબ આપતાં આદિ બોલ્યો -‘તારી આવી બધી વાતો બંધ કર અને તારી સાથે રહેવું છે એટલે જ તો તને સહન કરું છું.આઈ મીન તારી બધી વાતો માનું છું’.
‘સારું ચાલો મેડમ ઉતરો મોલ આવી ગયો’,’હું ગાડી પાર્ક કરીને આવું છું’.
બંને જણાં મોલમાં પ્રવેશ્યા, અંજના ખૂબ એક્સાઈટ હતી. ‘આ કેવું છે’ ? ‘અને કલર પણ મસ્ત છે’.
તું બોલને આદિ આ સારું છે ને? સારી લાગશે આ કેપરી?
અંજનાએ એકદમ હરખાતાં આદિ ને કહ્યું.
‘બિલકુલ નહીં, તું કેપરી ,જિન્સ પાછળ સમય ના બગાડ, તું ફકત વનપીસ જો’લોંગ અને શોર્ટ બંને.
‘યાર એકાદ દિવસ તો જીન્સ કે કેપરી પહેરીશને હું ‘ અંજનાએ કાકલુદી કરતાં કહ્યું’.
‘યાર જો આમાં પણ તારી જીદ ના કર’.
‘જલ્દી કર અને ઉતાવળ રાખ હજુ તારું મનગમતું ફૂડ પણ ખાવાનું છે’.
‘એ આદી કહેને શું સરપ્રાઈઝ છે’?’ એવી કેવી જગ્યાએ લઈ જાય છે કે ત્યાં આવા કપડાં પહેરવાના’ અને આજે મન ભરી ને ખાઈ લેવાનું કાલ સવારથી પાણી પણ નહીં પીવાનું ને મેડિકલ ચેકઅપ માટે જવાનું .
‘જો આ સ્પેશ્યલ ટ્રીપ નો નિયમ છે’.
‘મેડિકલ ચેક અપ કરી ત્યાં સર્ટિફિકેટ આપવું પડે બકુ’ બોલ્યો.
પણ! ‘તું તો જાણે છે ને બધું’અંજનાએ કહ્યું.
‘તું ફકત શોપિંગ માં ધ્યાન આપ. કાલની વાત કાલે’ આદિ એ કહ્યું.

આ પણ વાંચો:-  ફીના સરકારી ઠરાવને ખાનગી શાળાઓએ હાઈકોર્ટમાં પડકાર્યો

આદિના મોબાઈલમાં રીંગ વાગી.
એ સાઈડ માં જઈ ધીમા અવાજે વાત કરવા લાગ્યો.’અખિલેશ હું આવતીકાલે સવારે ૮ વાગે અંજનાને લઈને પહોંચી જઈશ, બધું તારા પર નિર્ભર છે.એ અત્યારે ખુબ ખુશ છે.પણ ધ્યાન રહે એ ખૂબ લાડ કોડથી ઉછરી છે એટલે જિદ્દી છે. એને છેક સુધી જાણ ના થવી જોઈએ’.ચાલ હવે હું મૂકું છું એ સાંભળી જશે તો પ્રોબ્લેમ થશે.
આદિની પસંદગી ના ૪ થી ૫ લોંગને શોર્ટ્સ વનપીસ એણે ખરીદ્યા.પછી હાથમાં હાથ નાખી બંને જણા ફૂડ સ્ટ્રીટ માં ગયા. પેટ ભરીને બંને એ પાણીપુરી , ચાટ અને મેક્સિકન ફૂડ ખાધા..

ઘેર પહોંચીને અંજના પેકિંગ કરવા લાગી. આદિને આજની રાત ભારે લાગવા લાગી.એણે અંજનાને કહ્યું ‘ચાલ ઉતાવળ રાખ હવે ઉંઘ આવી છે,તને ચોંટી ને સુઈ જવું છે’.
‘ચાલ જા હવે બદમાશ કાલે તો જવાના છીએ ટ્રીપ પર, તું સૂઈ જા મને પેકિંગ કરવા દે’.
એક અજંપા સાથે આદિ પથારીમાં પડ્યો રહ્યો. માંડ માંડ રાત પુરી થઈ.સવારે ભૂખ્યા પેટે અંજનાને લઇ જવાની હતી એટલે આદિએ પણ માત્ર ચા જ પીધી. બધો સામાન ડિકી માં ગોઠવી બન્ને હોસ્પિટલ જવા નીકળ્યાં.આખા રસ્તે આદિ ચૂપ રહ્યો અને વિચારો માં જ ખોવાયેલો રહ્યો.
બંને જણાં પહોચ્યા સીધાં અખિલેશની કેબિનમાં. અંજનાને બી.પી માપવા નર્સ અંદર લઈ ગઈ ત્યારે આદિએ અખિલેશ ને કહ્યું, ‘યાર બધું સાંભાળી લઈશને? તને સોંપું છું અંજના હવે યાર મગજ કામ નથી કરતું, એટલે હું જાઉં છું બહાર.

હવે તારો વારો, હું ચાલ્યો બહાર…
અંજના બહાર આવીને જુએ છે તો આદિ ત્યાં હોતો નથી.
અખિલેશ અંજનાને ચિંતામાં જોઈ કહે છે કે’ એને મે અમુક હેલ્થ ડ્રિંક લેવા મોકલ્યો છે, તમે નર્સ સાથે ઉપર જાવ.
અંજના ગભરાતી ગભરાતી જાય છે. અખિલેશ પાછળ પાછળ જાય છે.અંજનાને એક બેડ પર સુવાડી નર્સ બહાર જાય છે.
અંજનાને મોબાઇલ કરવાનું મન થયું એ આદિને કેમ વાર લાગી હશે એવું એ બબડી .
ત્યાં જ અખિલેશ ઇન્જેક્શન સાથે અંદર આવ્યો, એની સાથે બીજા ચાર પાંચ જણા પણ હતાં. પણ આદિ નહોતો.
અખિલેશ અંજનાની નજીક આવ્યો એણે હાથ પકડ્યો અંજનાએ બૂમ પાડવાની શરૂ કરી.અખિલેશ બોલ્યો ‘પ્લીઝ શાંત થાવ માત્ર એક ઇન્જેક્શન જ છે ડીયર’એમ કહી એને પરાણે પકડી રાખી ને ઇન્જેક્શન આપી દીધું.

આ પણ વાંચો:-  અંગત ડાયરી નાં 02/08/20 સન્ડે સ્પેશિયલ ટાસ્ક ના માઈક્રોફીકશન તેમજ વાર્તાનાં પરિણામ

હવે અંજના થોડી શાંત થઈ. થોડીવાર માટે એણે બૂમાબૂમ કરી દીધી હતી.
તે બબડી ‘મારો શ્વાસ રુંધાય છે ‘આ શું છે? મારા મોંઢે. એણે સહેજ હિંમત કરી અખિલેશ નો હાથ હટાવ્યો.અખિલેશ નો હાથ એના માથા પર ફરી રહ્યો હતો, કે શાંત થા.હવે તું સૂઈ જઈશ.

અખિલેશ અંજનાને એનેથેસિયા આપી ચુક્યો હતો. થોડીવારે એની આખી ટીમે અંજનાનું એડીનોમ્યોસિસ કેન્સર નું સફળ ઓપરેશન કરી નાખ્યું.
જેના માટે એ તૈયાર નહોતી.કારણકે એણે હજુ માતૃત્વ પ્રાપ્ત કયું નહોતું.એનું ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યું હતું.હવે તે કયારેય માતૃત્વ પ્રાપ્ત કરી નહિ શકે. એને 3મહિના સુધી કમર થી નીચેના ભાગે ઇન્ફેકશન ના થાય એટલે માત્ર શોર્ટ ગાઉન, વનપીસ જ પહેરવાની અખિલેશે સલાહ આપી. સાથે 3 અઠવાડિયા સુધી માત્ર લીકવીડ ખોરાક માં લેવાનું કહ્યું. થોડીવાર પછી આદિ આવ્યો અને એના મિત્ર અખિલેશને ભેટી ખુબ રડ્યો.અને કહ્યું ‘બાળકની લાલસામાં બાળક જેવી મારી અંજુ ને હું જોખમમાં ના મૂકી શકું’.
અખિલેશે એક કાગળ આદિ ના હાથ માં આપ્યો.એ વાંચી ને આદિએ એની સાસુ ને ફોન કરી કહ્યું ‘મમ્મી આપ આવી શકો છો હોસ્પિટલ.
હવે અંજના થોડીવારે ભાનમાં આવશે.અને હા મીઠાઈના બોક્સ પણ લેતા આવજો કારણકે બાળક દત્તક લેવાની પ્રક્રિયા પુરી થઈ ગઈ છે.અંજુ ઉઠશે ત્યારે એની પાસે એક નાનકડો જીવ હશે.એને જોઈ ને એ બધુ ભૂલી જશે .

સામે થી એની સાસુ એ કહ્યું અજીબ પ્રેમ છે તમારો જમાઈ બેટા.

પારુલ અમીત ” પંખુડી”.