કોવિડ-૧૯ હોસ્પિટલમાંથી ૧૦ દિવસે રજા આપવા ICMRની પેશન્ટ ડિસ્ચાર્જ પોલિસી (રિવાઈઝડ)એ આંતરરાષ્ટ્રિય સંસ્થાઓના રિસર્ચને આધારે તૈયાર કરાઈ છે. કોરોનાથી ચેપગ્રસ્ત થયેલા તમામને કંઈ ૧૦ દિવસે ડિસ્ચાર્જ મળવાના નથી ! કોવિડ-૧૯ પોઝિટિવ દર્દીઓને ત્રણ કેટેગરીમાં વિભાજીત કરીને તેમની કન્ડિશનને આધારે ડિસ્ચાર્જનો નિર્ણય કરાશે. તેમ આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિએ રવિવારે સ્પષ્ટ કર્યું હતુ.

ICMRએ શનિવારે રિવાઈઝડ ડિસ્ચાર્જ પોલીસી જાહેર કર્યા બાદ રવિવારે સવારે ભારત સરકારના આરોગ્ય સચિવના અધ્યક્ષપદે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ફ્રિક્વન્ટલી આસ્ક ક્વેૃન- હ્લછઊના માધ્યમથી નાગરીકોના અભિપ્રાયો મેળવીને વધુ સઘન રીતે કામ કરવા કહેવાયુ હતુ.

ડો.જંયતિ રવિએ કહ્યુ કે, નવી પોલિસીમાં નેશનલ ટાસ્ક ફોર્સ, આરોગ્ય અને મેડિસિનના તજજ્ઞોના રિસર્સને આધારે પણ બદલાવ થયો છે. આ નવી બિમારી છે, એટલે વૈશ્વિક સ્તરે થતા રિસર્સને આધારે પણ ચેપગ્રસ્ત દર્દીને રજા આપવા સંદર્ભે ભારતમાં ફેરફાર કરાયો છે. જો કે, ૧૦ દિવસે ડિસ્ચાર્જ મળ્યા પછી પણ તમામ દર્દીઓને ફરજિયાતપણે સળંગ ૭ દિવસ ઘરમાં આઈસોલેશન હેઠળ રહેવુ પડશે. નિયમોનું ચુસ્તપણે પાલન કરવુ પડશે.

આ રીતે પોઝિટિવ દર્દીઓને અલગ તારવી, હોસ્પિટલમાંથી રજા અપાશે

  • ઓછા લક્ષણ કે વેરિમાઈલ્ટ એટલે કે જેમાં ઝીણો તાવ હોય, કોઈ લક્ષણ ન હોય એટલે કે પ્રિસિમ્પોટમેટિક હોય તેવા પોઝિટિવ દર્દીઓને જે દિવસે સિમ્ટમ્સ (લક્ષણો) દેખાયા હોય અને ટેસ્ટિંગ કર્યાના ૧૦ દિવસથી તાવ કે કોઈપણ જાતના સિસ્ટમ ન હોય તો તેમને હોસ્પિટલમાંથી રજા મળશે. આવા દર્દીઓને ત્રણ દિવસ સુધી તાવ કે કોઈપણ જાતના સિમ્ટમ્સ ન હોવા જોઈએ. તેમના માટે RT-PCRના ટેસ્ટની જરૂરિયાત રહેશે નહી.
  • મોડરેટ એટલે કે જેમને બિલકુલ તાવ નથી એમની સૌથી પહેલા ક્લિનિકલી તપાસ કરવી અને નોર્મલ તાવ હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, બાહ્ય રિતે ઓક્સિજન આપ્યો હોય એ કાઢયા પછી ત્રણ દિવસ સુધી નોર્મલ તાવ અને રૂમ એર ઉપર શ્વાસોશ્વાસમાં કોઈ તકલીફ ન પડતી હોય તેમને ૧૦ દિવસ પછી ડિસ્ચાર્જ આપવામાં આવશે.
  • સિવિયર કે વેન્ટિલેટર ઉપર હોય, નોર્મલ તાવ હોય ઉપરાંત કેન્સર, HIV કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના કારણે તેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને માત્ર એક જ વખત RT-PCR ટેસ્ટ કરીને ડિસ્ચાર્જ કરવામાં આવશે.
આ પણ વાંચો:-  વડોદરા : પોઝિટિવ કેસનો આંક 750 પર પહોંચ્યો, મૃત્યુઆંક 36 અને રિકવરી આંક 453 થયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here