કોરોના વાયરસે લોકોને હેરાન પરેશાન કરી દિધા છે,અને મહામારીથી લોકોને બચાવા માટે દેશભરમાં 23 માર્ચથી લોકડાઉન કરવામાં આવ્યુ છે,જે 31ન મે સુધી ચાલશે,ત્યારે લોકડાઉનને કારણે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું શૂટિંગ પણ બંધ છે. ત્યારે અક્ષય કુમારે સોમવારે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને શૂટિંગ શરૂ કર્યું છે. ત્યારે આ મહામારીમાં ડિરેક્ટર રામ ગોપાલ વર્મા પણ એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે. આ ફિલ્મનું નામ ‘કોરોના વાયરસ’ છે અને તેમણે આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દીધું છે.

ત્યારે લોકડાઉનના આ સમયમાં બધાં જ પોતપોતાની ક્રિએટિવિટી બતાવી રહ્યાં છે. એવામાં ડિરેક્ટર રામગોપાલ વર્મા કોવિડ-19 પર તેમની પહેલી ફિલ્મ રિલીઝ કરવા માટે તૈયાર છે. ડિરેક્ટરે પોતાના ટ્વિટર હેન્ડલ પર ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરતાં લખ્યું- આ રહ્યું કોરોના વાયરસ ફિલ્મનું ટ્રેલર. આ ફિલ્મ લોકડાઉનમાં જ શૂટ કરવામાં આવી છે. હું સાબિત કરવા માંગતો હતો કે, કોઈ તમારું કામ રોકી ન શકે. ના ભગવાન કે ના કોરોના.

આ એક તેલુગૂ ફિલ્મ છે. ફિલ્મના ટ્રેલરમાં એક પરિવારની કહાની દેખાડવામાં આવી છે. ટ્રેલરમાં બતાવ્યું છે કે, ન્યૂઝથી લઈને સોશિયલ મીડિયા સુધી બધે જ કોરોનાનો ખોફ છે. ફિલ્મમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે ઘરમાં જ એક યુવતીને ખાંસી આવવા લાગે છે. ત્યારબાદ પરિવાર ચિંતામાં પડી જાય છે. એ યુવતીનું કોરોના ટેસ્ટ કરાવવું જોઈએ કે નહીં.

ડર અને કન્ફ્યૂઝન સાથે ફિલ્મની કહાની આગળ વધે છે. ફિલ્મના ટ્રેલરને જોઈને અંદાજો લગાવી શકાય છે કે, રામગોપાલ વર્માએ એક હોરર ફિલ્મ બનાવી છે. ફિલ્મમાં રામગોપાલની ટ્રેડમાર્ક સ્ટાઈલ જોઈ શકાય છે. ફિલ્મમાં શ્રીકાંત લીડ રોલમાં છે અને આ ફિલ્મને સીએમ ક્રિએશન્સએ પ્રોડ્યૂસ કરી છે.

આ પણ વાંચો:-  છેલ્લા 24 કલાકમાં દેશમાં ફક્ત 42 નવા પોઝિટિવ કેસ થયા, 4 લોકોનાં મોત: આરોગ્ય મંત્રાલય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here