બિહાર રાજ્યના પટણા શહેરમાંથી એક એવી ઘટના સામે આવી છે જે જોઈને હચમચી જવાયું છે. વરરાજા તૈયાર થઈને દુલ્હન સાથે ફેરા ફરવા માટે નીકળ્યા હતા. પણ લગ્ન મંડપ સુધી પહોંચે એ પહેલા જ એવું બન્યું કે, હસી-ખુશીનો આખો માહોલ માતમમાં ફેરવાઈ ગયો. બંને પક્ષના સભ્યો ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા. બનાવ એવો બન્યો કે, વરરાજા લગ્ન કરવા માટે પોતાના ઘરેથી તૈયાર થઈને નીકળ્યા હતા. સાથે જાનૈયા પણ હતા. પણ લગ્ન મંડપ સુધી પહોંચે એ પહેલા જ માર્ગ અકસ્માતમાં વરરાજાનું મૃત્યુ થયું. ઘોડે ચડનારા વરરાજાને ઠાઠડીએ સૂવાનો વારો આવ્યો હતો.

સંસાર શરૂ થાય એ પહેલા જ સમેટાઈ ગયો.

લગ્ન માટે આવેલા જાનૈયાઓ સ્મશાનમાં આંસુ સારતા હતા. બિહારના નવાદામાં બનેલી આ ઘટનાની જાણકારી અન્ય સંબંધીઓને મળતા તેઓ પણ અંદરથી તૂટી ગયા હતા. રૂપો બઝાર પાસે શનિવારે રાત્રે એક બાઈક અને ટ્રેક્ટરની ટક્કર થતા બાઈક પર બેઠેલા બે યુવકના મોત નીપજ્યા હતા. જેમાંથી એક યુવક પ્રિન્સ કુમારના લગ્ન થવાના હતા. સંસાર શરૂ થાય એ પહેલા જ સમેટાઈ ગયો. લગ્નની એક રાત પહેલા તે પોતાના મિત્રો સાથે આઠ વાગ્યા આસપાસ ખરીદી કરવા માટે માર્કેટ તરફ જઈ રહ્યો હતો. એ જ સમયે એક ટ્રેક્ટર સાથે બાઈક અથડાતા બે યુવકોનાં મોત નીપજ્યા હતા. આ ઘટનામાં પ્રિન્સનું ઘટના સ્થળે જ મૃત્યું થયું હતું. નવાદાના ફરેદા ગામના રહેવાસી પરમાનંદસિંહનો એ પુત્ર હતો. જ્યારે એની સાથે રહેલા છોટુંની સારવાર દરમિયાન મોત થઈ હતી. છોટું ભાજપના અધ્યક્ષ શૈલેન્દ્રસિંહનો ભત્રીજો હતો.

ઈજાગ્રસ્તને સારવાર માટે નવાદાની હોસ્પિટલમાં ખસેડાયા

આ ઘટનામાં અન્ય એક યુવાન ઉત્તમ કુમારની સ્થિતિ નાજુંક છે એવું પણ જાણવા મળ્યું છે. જેમને વધુ સારવાર માટે પટણા ટ્રાંસફર કરાયો છે. આ ઘટનાની જાણ થતા જ નવાદા પોલીસના ઉચ્ચ અધિકારી મિથિલેશ કુમાર ઘટના સ્થળે ટીમ સાથે દોડી ગયા હતા. ઈજાગ્રસ્તને સારવાર માટે નવાદાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનમાં એ ટ્રેક્ટર જપ્ત કરીને તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો હતો. લગ્ન પહેલા વરરાજાને યમરાજા ઊઠાવી જતા બંને પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વરઘોડો નીકળવાને બદલે સ્મશાન યાત્રા નીકળી હતી. જેમાં આસપાસના સ્થાનિકો પણ જોડાયા હતા.

આ પણ વાંચો:-  ડોક્ટર અને નર્સ જેમ આ રોબોટ કોરોના ના દર્દીઓની સંભાળ લેશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા ( Gujarati news online ) માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here