If my husband touches me in this place, I feel very hugged, so what should I do?

સવાલ : મારી દીકરીની ઉંમર 24 વર્ષની છે, અને તે છેલ્લા બે વર્ષથી એક યુવક સાથે રિલેશનશિપમાં છે. અને તે છોકરો પોતાની કરિયરમાં તો વેલ સેટ જ છે, પરંતુ મને નથી લાગતું કે તે મારી દીકરીનો એક સારો પતિ બની શકશે. મારી દીકરી તેની સાથે ઘણીવાર ઝઘડતી પણ હોય છે, અને લગભગ દર બીજા દિવસે હું તેને ફોન પર ઝઘડતી અને રડતી જોતી હોવ છું. પ્રેમીના પ્રેમમાં પાગલ છે દીકરી

મારી દીકરી પણ એ વાત સ્વીકારે છે કે, તેના પ્રેમીને બે વર્ષના રિલેશન્સ બાદ પણ તેની સાથે લગ્ન કરવામાં કોઈ જ રસ નથી. જોકે, તેને વિશ્વાસ છે કે સમય જતાં બધું જ સારું થઈ જશે. મને પણ ખબર છે કે, મારી દીકરી તેના પ્રેમમાં પાગલ છે, પણ તેમની ફિલિંગ્સ એકબીજાથી સાવ અલગ જ છે. મારી દીકરી તેના રિલેશનના પ્રોબ્લેમ મારી સાથે શેર કરવામાં પણ અચકાય છે. હું તેને કઈ રીતે મદદ કરું?

જવાબ : એક મા તરીકે તમે કેવું ફીલ કરતા હશો તે હું અહીં સારી રીતે સમજી શકું છં. પોતાની દીકરી સાથે કંઈક થઈ રહ્યું છે તે જાણતા હોવા છતાંપણ ચૂપચાપ બેસી રહેવું એક મા માટે કોઈ સંજોગોમાં શક્ય જ નથી. મા-બાપ તરીકે આપણી પણ ફરજ છે કે, આપણા સંતાનથી કોઈ ભૂલ ન થઈ જાય, અને લાગણીમાં તે તણાઈ જઈને તે કોઈ ખોટો નિર્ણય ન લઈ લે.

જોકે, મને એવું લાગે છે કે, તમારી દીકરીએ આ અંગેનો નિર્ણય તમારી દીકરીએ જાતે જ લેવો જોઈએ. જો તમે તેને વગર માંગ્યે સલાહ પણ આપતા રહેશો તો તે તમારાથી જ દૂર થતી રહેશે, અને તેને લાગશે કે તમે તેના પાર્ટનરને જજ કરી રહ્યા છો. તેનું પરિણામ એ આવશે કે તે પોતાના પ્રેમી પ્રત્યે વધુ ડીફેન્સિવ થઈ જશે, અને તેની ઘણી વાતો તમારાથી છૂપાવવા પણ લાગશે.

આ પણ વાંચો:-  સેક્સ વખતે કેવી રીતે પુરૂષોને પેનિસમાં ઇરેક્શન થાય છે, કઈ રીતે વધે છે ઉત્તેજના?

તમારી દીકરી પોતે પણ એ જાણે છે કે, તેના પ્રેમીને તેની સાથે લગ્ન કરવામાં કશોય રસ જ નથી, છતાંય તેને આશા છે કે એક દિવસ બધું સરખું પણ થઈ જશે. પ્રેમી કમિટમેન્ટ નથી આપી રહ્યો તેના કારણે તે ડિસ્ટર્બ લાગી રહી છે. તે પોતાના રિલેશન ટકાવી રાખવા પણ મથી રહી છે, અને તેના કારણે જ તેમની વચ્ચે તમે કહો છો તે અનુસાર રોજેરોજ ઝઘડા પણ થઈ રહ્યા છે.

ઈમોશનલ સપોર્ટ અને બીજું બિનશરતી પ્રેમ

તમારી દીકરી તમારી પાસેથી માત્ર બે જ વસ્તુ ઈચ્છે છે. એક તો ઈમોશનલ સપોર્ટ અને બીજું બિનશરતી પ્રેમ. મને એ ખબર છે કે, તમે તેને સપોર્ટ કરી રહ્યા છો. જોકે, તમારે તેને એવો અહેસાસ કરાવવાની પણ જરુર છે કે, તમે તેની ગમે તે ઘડીએ મદદ કરવા માટે તૈયાર છો. તમે જો તેની આગળ તેના વાંક કાઢ્યા કરશો કે તેના પ્રેમી વિશે તમને લાગતી વાતો કહ્યા કરશો તો તેને નહીં જ ગમે, અને આવી ભૂલ કરવાથી તમે બચીને જ રહેજો.

મા-બાપ તરીકે આપણે હંમેશા એવું માનીએ છીએ કે, આપણા બાળકે કોઈ ચોક્કસ સંબંધોમાં પડવું ન જોઈએ. જોકે, તમારે તમારી દીકરીને આ સંબંધને પૂરા કરી દેવાની વાત કરવાનો હાલ સમય પણ નથી તેવું હું માનું છું કે તમારે તેને આ સંબંધનું જે પણ પરિણામ આવે તે ફેસ કરવા દેવું પડશે, અને તેમાંથી તેને અનુભવ પણ લેવા દેવો જ પડશે, અને તેમાથી શીખીને જ તે આખરી નિર્ણય પણ લઈ શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  પતિ પાસવર્ડ ગર્લફ્રેન્ડના નામ પર રાખતો હતો, પત્ની ને ખબર પડતાં જ

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here