કોરોના વાયરસના કારણે રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધોને કારણે ફસાયેલા શ્રમિકોની એક વિશેષ ટ્રેન બિહારના બેગુસરાઈના એક નાના ગામમાં થોડી વાર માટે રોકાઈ હતી અને મોટી સંખ્યામાં ત્યાંના સ્થાનિક લોકો દ્વારા ભોજનની પેશકશ કરવા પર ટ્રેનના યાત્રીઓ અભિભૂત થઈ ગયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મિઝોરમના મુખ્યમંત્રી ઝોરામથાંગાએ ટ્વીટર પર આ વીડિયો શેર કર્યો છે. તેમણે ટ્વીટ કરી લખ્યું કે, પ્રેમથી ઓતપ્રોત થવા પર ભારત ખૂબ જ ખૂબસુરત છે.

જણાવી દઈએ કે, ત્રણ દિવસ પહેલા એક વીડિયે ક્લિપ મિઝોરમના મુખ્યમંત્રીએ શેર કરી હતી. જેમાં બેંગલોરમાં ફંસાયેલા મિઝોરમના લોકો ટ્રેનથી પાછા ફરી રહ્યા હતા. જ્યાં તેઓ આસામમાં પૂરથી પ્રભાવિત લોકોને પોતાનું ભોજન આપી રહ્યા હતા. આ વીડિયો શ્રમિક સ્પેશ્યિલ ટ્રેનમાં બેસેલા કોઈ એક મુસાફરે જ બનાવ્યો હતો. ત્યાર પછી તે વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને લોકોએ પ્રવાસીઓની ખૂબ પ્રશંસા પણ કરી હતી.

પાછલા ઘણાં દિવસોથી નોર્થ ઈસ્ટના ઘણાં રાજ્યો પૂરથી પ્રભાવિત થયા છે. આ દરમિયાન પૂર પીડિત ગરીબ લોકોની સામે ખાવા-પીવાનું સંકટ પેદા થયું છે. આ લોકો સુધી સરકારી મદદ પહોંચી શકી નથી. એવામાં આ લોકો ઘણાં દિવસોથી ભૂખ્યા પેટ સૂવા મજબૂર છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી પસાર થઈ રહેલી ટ્રેનના મુસાફરો બારીમાંથી કશુક ફેંકતા નજર આવી રહ્યા છે. તો ટ્રેનની બહાર ઊભેલા અમુક લોકો તેને લેવા લાગી જાય છે.

આ પણ વાંચો:-  રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણમાં આવ્યો પલટો, ભારે પવન સાથે ધોધમાર વરસાદ

જ્યારે શ્રમિક ટ્રેન ગુવાહાટી સ્ટેશનથી નીકળી તો મુસાફરોએ જોયું કે રેલવે ટ્રેકની પાસે બનેલા ઝુપડામાં રહેનારા લોકો માટે ભોજનનો અભાવ છે. તો દરેક યાત્રી તેમની સીમિત ભોજનમાંથી અમુક સામાન ટ્રેનમાંથી ફેંકી પૂર પીડિત લોકોની મદદ કરે છે.

જણાવી દઈએ કે, લોકડાઉનને કારણે હજુ પણ લોકો અન્ય રાજ્યોમાં ફંસાયા છે. સરકારે પ્રવાસીઓ માટે વિશેષ શ્રમિક ટ્રન ચલાવી છે. ટ્રેનોની વ્યવસ્થા પૂરતી નહીં હોવાના કારણે શ્રમિકો તેમની રીતે પોતાના ગૃહ રાજ્ય જઈ રહ્યા છે. જેમની પાછળા દિવસોમાં ઘણી તસવીરો સામે આવી છે તો અમુક રોક અકસ્માતના શિકાર બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here