ઉતરન, પરી હું મેં, ઝલક દિખલાજા, નચ બલિયે, હોન્ડેડ હાઉસ, બિગ બોસ જેવા તમામ શો અને ફિલ્મોથી લોકપ્રિય બનેલી એક્ટ્રેસ રશ્મી દેસાઈ લોકડાઉનમાં પણ અત્યંત ચર્ચામાં રહે છે. કોરોના વાયરસને કારણે ભલે કામધંધા બંધ થઈ ગયા હોય પરંતુ રશ્મી દેસાઈ સોશિયલ મીડિયા મારફતે તેના ફેન્સ સાથે સંકળાયેલી રહે છે.

હાલમાં તે પોતાના ઇન્સ્ટાગ્રામને લઈને ચર્ચામાં છે. તેણે પોતાના સંઘર્ષના દિવસોનો અનુભવ એક ઇન્ટરવ્યૂમાં શેર કર્યો હતો. તેણે ખુલાસો કર્યો કે બાળપણમાં તેનું સપનું એક્ટ્રેસ બનવાનું નહીં પરંતુ અન્ય કાંઇક બનવાનું હતું. તેણે કહ્યું કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવશે.

હકીકતમાં રશ્મી દેસાઈ આકાશની ફડાન ભરવા માગતી હતી એટલે કે તે એર હોસ્ટેસ બનવા માગતી હતી. રશ્મી દેસાઈનું બીજું સ્વપ્ન સરોજ ખાનની માફક કોરિયોગ્રાફર બનવાનું હતું પણ એક્ટિંગમાં તો ક્યારેય જવાનું ન હતું. કોલેજ કાળમાં રશ્મી દેસાઈએ ભારત નાટ્યમની તાલીમ લીધી હતી. ત્યાર બાદ તેણે બોલિવૂડમાં ડાન્સની તાલીમ લીધી. એ વખતે પણ તેના મનમાં તો એક્ટિંગ નહીં પણ કોરિયાગ્રાફર બનવાના વિચાર જ હતા.

વર્તમાન સમયમાં રશ્મી દેસાઈ ટીવી પર સૌથી વધારે કમાતી અભિનેત્રી છે તે એક એપિસોડના લગભગ 50થી 60 હજાર રૂપિયા લે છે. તેણે બિગ બોસ દરમિયાન 13 દિવસ સુધી ઘરમાં રહેવાના 1.5 કરોડ રૂપિયા લીધા હતા.

આ પણ વાંચો:-  સચિન GIDCમાં વેસ્ટેજના ગોડાઉનમાં ભીષણ આગ, 6 ફાયર ફાઈટર ઘટના સ્થળે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here