ભગવાન શિવ શંકર ને દિલ થી યાદ કરવા થી સૌથી જલ્દી પ્રસન્ન થવા દેવતા માનવામાં આવે છે, શિવની શરણમાં આવેલા ભક્તોને ભગવાન ભોળાનાથ કાળના મોંથી પણ બચાવી લાવે છે. આખા વર્ષમાં એક આખો મહિનો શિવજીને સમર્પિત હોય છે. જે શ્રાવણ માસ ના નામે ઓળખાય છે. સનાતન ધર્મમાં શ્રાવણ માસ નો મહિનાનું ખુબ જ ધાર્મિક મહત્વ છે. આમ તો ભગવાન શિવ પોતાના દરેક ભક્ત પર અસિમ કૃપા વરસાવે છે પરંતુ 12માથી 3 રાશિઓ એવી છે જેના પર શિવજીની વિશેષ કૃપા રહે છે.

મેષ

મેષ રાશિ જેનો સ્વામી ગ્રહ મંગળ છે. શિવજીની પ્રિય રાશિઓમાની એક છે. એવું કહેવામાં આવે છે કે જેની કુંડળીમાં મંગળનો ખુબ જ ખરાબ પ્રભાવ હોય છે તેને સોમવારના દિવસે શિવલિંગ પર જળ ચઢાવવું જોઇએ. મેષ રાશિના જાતકો પર શિવજીની અસીમ કૃપા હોય છે. આવા લોકો ખુબ જ જલ્દી ધન અને વૈભવથી સંપન્ન હોય છે. શ્રાવણના મહિનામાં મેષ રાશિના જાતકોએ શિવલિંગ પર સોમવારે જળ અવશ્ય ચઢાવવું જોઇએ.

મકર

શનિના સ્વામિત્વ વાળી રાશિ મકર પણ શિવની પ્રિયા રાશિઓમાં સામેલ છે. મકર રાશિ વાળા લોકો પર શિવજીની કૃપા હોય છે. ભોળાનાથની કૃપાથી આ રાશિના જાતકોની દરેક મુશ્કેલી શ્રાવણ માસમાં દૂર થઇ જાય છે. પરિવારમાં ખુશીનો માહોલ બને છે. પરંતુ તેના માટે તમારે શિવજીની આરાધના આ શ્રાવણમાં કરવી પડશે.

કુંભ

આ રાશિના સ્વામી પણ શનિદેવ છે પરંતુ આ રાશિઓ પર શિવજીની વિશેષ કૃપા હોય છે. કહેવામાં આવે છે કે, કાળના મોઢાથી બહાર આવનારા ભોળાનાથ શંકર આ રાશિના જાતકોની મનોકામના પૂર્ણ કરે છે.એવા ઘણા લોકો છે જેમની રાશિ કુંભ છથે પરંતુ તેમને ખબર નથી હોતી કે તેમને ક્યાં દેવતાની કૃપા પ્રાપ્ત છે માટે તેઓ વિશેષ કૃપાના પાત્ર નથી બની શક્તા.

આ પણ વાંચો:-  એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડ ઊંઝાના વેપારીઓનું સ્વૈચ્છિક લોકડાઉન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your c