કોરોના વાયરસ લોકડાઉનમાં જ્યાં-ત્યાં ફસાયેલા મજૂરોની હિંમતની ઘણી સ્ટોરીઓ સામે આવી રહી છે. બિહારમાં રહેતા મોહન પાસવાર અને તેમની દીકરી જ્યોતિની સ્ટોરી પણ કંઈક આવી જ છે. 15 વર્ષીય જ્યોતિ પોતાના બીમાર પિતાને સાયકલ પર બેસાડી ગુરુગ્રામથી બિહાર લઈ આવી. રસ્તામાં ઘણી-બધી મુશ્કેલીઓ આવી, પરંતુ જ્યોતિએ હિંમતથી કામ લીધુ. જ્યોતિએ આશરે એક અઠવાડિયામાં સાયકલ પર 1000 કિમીનો પ્રવાસ કર્યો. 7 દિવસ સુધી તે પોતાના બીમાર પિતાને બેસાડીને સાયકલ ચલાવતી રહી. જ્યોતિની સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકો બંનેની હિંમતને સલામ કરી રહ્યા છે.

પિતાની લાચારીને જોતા તેણે પોતાના ઘરે બિહાર પાછા ફરવાનો નિર્ણય લીધો

મીડિયા રિપોર્ટ અનુસાર, જ્યોતિના પિતા એક્સિડન્ટમાં ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. પિતાની લાચારીને જોતા તેણે પોતાના ઘરે બિહાર પાછા ફરવાનો નિર્ણય લીધો. જ્યોતિએ જુની સાયકલ ખરીદવાનો નિર્ણય લીધો. સાયકલ માટે 1200 રૂપિયામાં સોદો નક્કી થયો. તેણે જણાવ્યું કે, સાયકલવાળાને આપવા માટે 1200 રૂપિયા પણ નહોતા. એવામાં અમે તેમને વિનંતી કરી કે, 500 રૂપિયા હમણા અને 700 રૂપિયા પાછા આવ્યા બાદ આપવાની વાત કહી. તે પણ રાજી થઈ ગયા. જ્યોતિએ જણાવ્યું, અમારી પાસે કોરોના સહાયતાના રૂપમાં મળેલા 1000 રૂપિયા હતા. તેમાંથી 500 રૂપિયા સાયકલવાળાને આપ્યા અને 500 રૂપિયા રસ્તામાં ખર્ચ કરવા માટે રાખ્યા.

15 વર્ષીય જ્યોતિએ જણાવ્યું કે, ગુરુગ્રામમાં ખાવા-પીવાના પણ પૈસા નહોતા. મકાન માલિક ધમકી આપી ચુક્યો હતો. મેં પપ્પાને સાયકલ પર જવા માટે કહ્યું, પરંતુ પપ્પા માનતા નહોતા. પછીં મેં જબરદસ્તી કરી તો તેઓ રાજી થઈ ગયા. જ્યારે તેમના પાછા ફરવાની વાત ગામમાં રહેતી માતા સુધી પહોંચી તો તેના ચહેરા પર રોનક આવી ગઈ હતી. જ્યોતિ પોતાના પિતા મોહન પાસવાનને સાયકલ પર બેસાડીને ગુરુગ્રામથી દરભંગાના સિંહવાડા સ્થિત પોતાના ગામ સિરહુલ્લી લઈ આવી.

આ પણ વાંચો:-  વ્હાઇટ હાઉસની બહાર હિંસા, ટ્રમ્પે કહ્યું- રમખાણોને રોકવા માટે ઉતરશે સેના

જ્યોતિ કુમારી રાજકીય વિદ્યાલયમાં આઠમાં ધોરણની વિદ્યાર્થીની છે. તેના પિતા મોહન પાસવાર ગુરુગ્રામમાં ઈ-રિક્શા ચલાવે છે. આ વર્ષે જાન્યુઆરીમાં તેઓ એક દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. ત્યારબાદ જ્યોતિ અને તેની માતા ફૂલો દેવી પરિવાર સાથે ગુરુગ્રામ પહોંચ્યા હતા. ફૂલો દેવીએ જણાવ્યું કે, તે આંગણવાડી કેન્દ્રમાં કામ કરે છે અને 10 દિવસની રજા લઈને આવ્યા હતા. જ્યોતિના પિતાની તબિયત ખૂબ જ ખરાબ હતી. આથી, જ્યોતિને તેના પપ્પાની સેવા કરવા માટે ગુરુગ્રામમાં જ રહેવા દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here